HomeGujaratપ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી મોરબી એલસીબીના હાથે ઝડપાયો

પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી મોરબી એલસીબીના હાથે ઝડપાયો

મોરબી એલસીબી તથા પેરોલ-ફર્લો સ્ક્વોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

પોલીસને મળેલી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી સલીમભાઈ જુસબભાઈ કટીયા (ઉ.વ. 34), રહે. મચ્છીપીઠ, આજાદ લોજ સામે, મોરબી, લાંબા સમયથી નાસતો ફરતો હતો. હાલ તે મોરબી રેલવે સ્ટેશન રોડ પર આવેલા ધક્કાવારી મેલડી માતાના મંદિર પાસે હાજર હોવાની બાતમી મળી હતી.

આ માહિતીના આધારે એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે સ્થળ પર પહોંચી વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને મોરબી એલસીબી કચેરી ખાતે લાવી જરૂરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

પૂછપરછ દરમિયાન આરોપીએ પ્રોહિબિશનના ગુનામાં પોતે પકડાવાનો બાકી હોવાનું તેમજ છેલ્લા કેટલાક સમયથી ફરાર હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ અને આગળની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW