HomeGujaratમાળીયા હાઈવે પર આવેલ લક્ષ્મીનગર પાસે પાર્કિંગમાં ઉભેલા LPG ટેન્કરમાં આગ, ફાયર...

માળીયા હાઈવે પર આવેલ લક્ષ્મીનગર પાસે પાર્કિંગમાં ઉભેલા LPG ટેન્કરમાં આગ, ફાયર વિભાગે સમયસર કાબૂ મેળવ્યો

મોરબી ફાયર કંટ્રોલ રૂમને સાંજના આશરે 8 વાગ્યે માહિતી મળી હતી કે, માળીયા હાઈવે પર લક્ષ્મીનગર નજીક પાર્કિંગમાં ઉભેલા એક એલપીજી ટેન્કરના કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠી છે.

બનાવની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગની સતર્ક અને ઝડપી કામગીરીના કારણે ટૂંકા સમયમાં જ આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી હતી. સદનસીબે આગગ્રસ્ત એલપીજી ટેન્કર ખાલી હાલતમાં હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી અને સંભવિત જાનમાલનું નુકસાન ટળી ગયું હતું.

પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW