આ વર્ષે કેન્દ્રનાં નિર્દેશ પર જમ્મુ કાશ્મીર પ્રદેશ સરકારે શ્રધ્ધાળુઓને શ્રીનગરથી જ પંચતરણી સુધી હેલીકોપ્ટર સેવા ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી લીધી છે. પહેલા આ સેવા પહલગામ અને નીલગ્રથ (બાલતાલ)થી પંચતરણી સુધી ઉપલબ્ધ હતી.પંચતરણીને યાત્રાનો અંતિમ પડાવ માનવામાં આવે છે
પંચતરણથી પવિત્ર ગુફા લગભગ 6 કિલોમીટર દુર છે.આ વર્ષે અમરનાથ યાત્રા 30 જુનથી શરૂ થઈને 11 ઓગસ્ટે પુરી થશે. શ્રાઈન બોર્ડનો દાવો છે કે આ વર્ષે અમરનાથ યાત્રામાં આઠ લાખથી વધુ શ્રધ્ધાળુઓ આવી શકે છે. જેને લઈને વહીવટી તંત્ર જરૂરી વ્યવસ્થા કરવામાં લાગી ગયુ છે. એટલે શ્રધ્ધાળૂઓને રોકાવાની વ્યવસ્થા પણ બે ગણી કરાઈ છે. અલબત હજુ સુધી સેવાઓનું ભાડુ નકકી નથી થયુ. પણ આ વખતે તે વધી શકે છે.

