HomeGujaratમોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત...

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી

મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓની કામગીરી વધુ ઝડપી, પારદર્શક અને શિસ્તબદ્ધ બને તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા સેવા સદન ખાતે સ્થિત વિવિધ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરે જિલ્લા આયોજન કચેરી, જિલ્લા માહિતી કચેરી, જિલ્લા રોજગાર કચેરી તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈને કચેરીઓની કામગીરીનું સઘન નિરીક્ષણ કર્યું હતું. આ આકસ્મિક નિરીક્ષણ દરમિયાન તેમણે કચેરીના હાજરી પત્રકોની ચકાસણી કરીને તમામ અધિકારીઓ અને કર્મચારીઓની સમયસર હાજરી સુનિશ્ચિત કરી હતી.

કલેક્ટર દ્વારા સરકારી માલ-મિલકતના હિસાબો દર્શાવતા ડેડ સ્ટોક રજીસ્ટર, દફતર નિભાવણી, રેકોર્ડ રૂમ તથા વિવિધ શાખાઓની કામગીરીની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમણે કચેરીમાં આવતા અરજદારોના કામ સમયસર થાય અને વહીવટી શિસ્ત જળવાઈ રહે તે અર્થે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW