HomeGujaratકોંગ્રેસના નેતા મોહનસિંહ રાઠવા આગામી ચૂંટણી નહીં લડે એવી જાહેરાત કરી

કોંગ્રેસના નેતા મોહનસિંહ રાઠવા આગામી ચૂંટણી નહીં લડે એવી જાહેરાત કરી

ચૂંટણી નજીક આવી રહી છે એમ બંને મોટાપક્ષના સિનિયર નેતાઓ સક્રિય થઈ રહ્યા છે. પણ કોંગ્રેસના મોટા કદના નેતા મોહનસિંહ રાઠવાએ એલાન કર્યું છે કે, તેઓ આગામી વિધાનસભાની 2022ની ચૂંટણી નહીં લડે. એમનો સૌથી વધારે વાર ધારાસભ્ય તરીકે રહ્યાનો રેકોર્ડ છે. હવે તેઓ વિધાનસભાની 2022ની ચૂંટણી નહીં લડે એવી જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસમાં ચૂંટણી પહેલા દિગ્ગજ કહેવાતા નેતાએ પીછહટ કરી હોય એવું હાલ લાગી રહ્યું છે. એમની 79 વર્ષની ઉંમર થઈ હોવાથી તેઓ 2022ની ચૂંટણી નહીં લડે

મોહનસિંહ રાઠવા 11 વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ એમના નામે છે. મોહનસિંહે રાઠવાએ કહ્યું હતું કે, વિધાનસભા 1972થી અત્યાર સુધી સતત લગભગ 55 વર્ષ સુધી મેં વિધાનસભાના સભ્ય તરીકે 11 વખત ધારાસભ્ય તરીકે રહ્યો છું. મારી લાગણી એવી છે કે, ગુજરાતના યુવાનો હવે રાજકારણમાં આવે અને જે લોકો વર્ષોથી વિધાનસભાના પદેથી ચૂંટણી જીતતા હોય તો એમને રાજીખુશીથી યુવાનોને આગળ કરી દેવા જોઈએ. આ માટે મેં લડવાની ના પાડી દીધી છે.

જે લોકો 400 લોકો જે એક ગામના છે અને મતદાર ભાઈ બહેનો છે, જે મતદારોને જઈને કોઈ પણ પાર્ટીવાળા પૂછે તો અહીં કોને ટિકિટ આપવાથી કોણ જીતી શકે એટલે તમામ મતદાર ભાઈ બહેનોના દીકરાઓને એના ઘરમાંથી બધા એમ કહે કે, હવે ટિકિટ આપવી હોય તો યુવાનો તરીકે આ ભાઈને આપો તો જીતી શકે એવી લાગણીથી મતદાર જે નામ કહે એવાને ટિકિટ આપવી જોઈએ. મોહનસિંહનું આદિવાસી વિસ્તારમાં જોરદાર પ્રભુત્વ રહ્યું છે. વર્ષ 1972માં પહેલી વખત તેઓ ચૂંટણી લડ્યા હતા. એ સમયથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા.

યુવાનોને રાજકારણમાં તક આપવાના હેતુંથી તેમણે ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું છે. પોતાના મત વિસ્તારમાં પણ મોહનસિંહ રાઠવાનો એક પ્રકારનો દબદબો રહ્યો છે. 11 વખત તેમણે કોંગ્રેસમાંથી જીત મેળવી છે. હવે યુવાનો આગળ આવે એ માટે તેમણે પોતાનું પદ છોડ્યું છે. જોકે, હકીકત એવી પણ છે કે, ભાજપ કોંગ્રેસ એમ બંને પક્ષમાંથી જૂના કહેવાતા રાજકીય જોગીઓ ધીમે ધીમે સક્રિય થઈ રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW