મોરબી શહેર પેટા વિભાગ-03 હેઠળના વિવિધ વિસ્તારોમાં 11 કેવી વીજ લાઈનના મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે આગામી રવિવાર, તા. 30 ઓગસ્ટ 2026ના રોજ સવારે 8:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
સીટી અર્બન ફીડર હેઠળ અસરગ્રસ્ત વિસ્તારો:
પટેલ બોર્ડિંગ તથા આસપાસનો વિસ્તાર, દેના બેંક અને આજુબાજુનો વિસ્તાર, કલેક્ટર બંગલો તથા જજ બંગલા વિસ્તાર, શક્તિ ચોક અને તેની આસપાસ, પોસ્ટ ઓફિસ વિસ્તાર, શક્તિ ચોકથી નહેરુ ગેટ તરફ જતો રોડ અને આસપાસનો વિસ્તાર, શાક માર્કેટ વિસ્તાર, વાંકાનેર દરવાજા વિસ્તાર, લુહાણા પરા, લખધીરવાસ, સીટી પોલીસ લાઈન, સીટી પોલીસ સ્ટેશન, શિક્ષણ અધિકારીની કચેરી, તાલુકા કચેરી, ખાટસીવાસ, મણી મંદિર, જેલ રોડ, બુઢા બાવાની શેરી તેમજ નહેરુ ગેટથી ગ્રીન ચોક વચ્ચેના વિસ્તારમાં વીજકાપ રહેશે.

