HomeNationalઆજે માનના મંત્રીમંડળની શપથવિધિ,11 માંથી 3 મહિલા મંત્રી

આજે માનના મંત્રીમંડળની શપથવિધિ,11 માંથી 3 મહિલા મંત્રી

પંજાબની રાજધાની ચંદીગઢમાં નવા મુખ્યમંત્રી ભગવંત માનના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ શનિવારે સવારે 11 વાગે આયોજિત કરવામાં આવશે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત નવા ધારાસભ્યોને મંત્રી પદની શપથ લેવડાવશે. આ પહેલા ભગવંત માનને તા.18 માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

આમ આદમી પાર્ટીના સૂત્રોનું માનીએ તો ભગવંત માનને હાઈકમાન્ડે પોતાની કેબિનેટ નક્કી કરવાની છૂટ આપી છે. માન વરિષ્ઠ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવા માટે ઈચ્છુક છે. આમ આદમી પાર્ટીના પંજાબ પ્રભાવી રાઘવ ચડ્ઢાએ પણ સંકેત આપ્યા છે કે કેબિનેટ મંત્રીઓની પસંદગી મુખ્યમંત્રીનો વિશેષાધિકાર છે.

પંજાબના લોકોને ચૂંટણી પ્રચાર દરમિયાન કરવામાં આવેલા વાયદા પ્રમાણે, હિન્દુ અને દલિત સમુદાયોમાંથી એક એક નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. પૂર્વ નેતા પ્રતિપક્ષ અને એક પ્રમુખ દલિત ચહેરો હરપાલ સિંહ ચીમા ડેપ્યુટી સીએમ પદ માટે સૌથી આગળ છે. ચીમા બીજી વખત દિર્બાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને બાદલ કે કેપ્ટન અમરિંદર સિંહના મોટા ટીકાકાર તરીકે રહ્યા છે.

ભગવંત કેબિનેટમાં આ નામોની પણ ચર્ચાહરપાલ સિંહ ચીમા સિવાય આમ આદમી પાર્ટીના જે નેતાઓનું નામ મંત્રી પદ માટે ચર્ચામાં છે, તેમાં કુલતાર સિંહ સાંડવા, અમન અરોડા, ગુરમીત સિંહ મીત હેયર, જયકિશન સિંહ રોડી સિવાય અન્ય સામેલ છે.

કુલ 11માંથી ત્રણ મહિલા ધારાસભ્ય કેબિનેટનો ભાગ હશે. તલવંડી સાબો ધારાસભ્ય બલજિંદર કૌર અને નવજોત સિંહ સિદ્ધૂને હરાવનાર પહેલી વખતની જીવન જ્યોત કૌરને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે. જ્યારે, જગરાઓથી ધારાસભ્ય સરબજીત કૌર ભાનુકેને વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW