HomeGujaratબધાને એલર્ટ રહેવાની સલાહ આપતો અનુપ સોની આટલા કરોડની સંપતિનો માલિક

બધાને એલર્ટ રહેવાની સલાહ આપતો અનુપ સોની આટલા કરોડની સંપતિનો માલિક

એક્ટર અનૂપ સોનીની કમાણી વિશે વાત કરીએ તો, તેને દરેક શો અને એપિસોડ માટે સારા પૈસા મળે છે. અનૂપ સોનીની કુલ સંપત્તિ રૂ.30 કરોડ રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. અનૂપ સોનીની ગ્લેમરસ લાઈફ પણ એકદમ રોયલ છે. ઘણા વર્ષો સુધી ‘ક્રાઈમ પેટ્રોલ’માં કામ કર્યા બાદ હવે તેણે વાસ્તવિક જીવનમાં પોલીસની જેમ કામ કરવાનું અને તપાસ કરવાનું મન બનાવી લીધું છે. તેણે ઓફિશિયલ સર્ટિફિકેટ કોર્સ પણ કર્યો છે. આ સિવાય તે ઘણી વેબસીરિઝમાં પણ કામ કરી ચૂક્યો છે. ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં જ્યારે તે મુંબઈ આવ્યો હતો ત્યારે તેણે નક્કી કર્યું હતું કે તે અભિનેતા બનશે અને માત્ર ફિલ્મો જ કરશે.

પરંતુ ત્યારપછી તેનું મન બદલાઈ ગયું અને તેનું નસીબ તેને ટીવીની દુનિયા તરફ લઈ ગયું. અનૂપ સોનીએ કહ્યું હતું કે, ‘જ્યારે હું મુંબઈ આવ્યો ત્યારે હું માત્ર ફિલ્મો કરવા માંગતો હતો. હું આવ્યો ત્યારે એ સમયે બહુ ટેલિવિઝન નહોતું. પરંતુ મને હંમેશા ફિલ્મમાં હીરોના મિત્રનો રોલ મળતો હતો. અનૂપ સોની બોલિવૂડ એક્ટર રાજ બબ્બરના જમાઈ છે. અનૂપ સોનીના બીજા લગ્ન રાજ બબ્બરની દીકરી જુહી સાથે થયા છે. અનૂપની પહેલી પત્નીનું નામ રિતુ સોની છે. રિતુએ અનૂપ સોનીની કોલ ડિટેલ્સ મેળવી અને પછી તેને ખબર પડી કે અનૂપ જુહી સાથે વાત કરી રહ્યો હતો. વર્ષ 2010માં બંનેના છૂટાછેડા થયા. તેણે ટીવી શો ‘ક્રાઈમ પેટ્રોલ’ દ્વારા ટીવી જગતમાં પોતાની અલગ જ ઓળખ બનાવી છે. અનૂપની એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 1999માં ફિલ્મ ગોડફાધરથી થઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW