મોરબી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી શામજી ઉર્ફે વિજયભાઈ સુખાભાઈ સારલા (ઉ.વ. 26), રહે. નળખંભા, તા. થાન, જી. સુરેન્દ્રનગર, થાનગઢ-પીપરા રોડ વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી.
બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે થાનગઢ-પીપરા રોડ પર આવેલા ચોક વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ કાયદેસરની આગળની કાર્યવાહી માટે આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

