HomeGujaratસુરત શહેર પોલીસે "ઓપરેશન મુસ્કાન" અંતર્ગત જુલાઈ મહિનામાં 274 ગુમ અને અપહરણ...

સુરત શહેર પોલીસે “ઓપરેશન મુસ્કાન” અંતર્ગત જુલાઈ મહિનામાં 274 ગુમ અને અપહરણ થયેલા બાળકો-વ્યક્તિઓને શોધી કાઢ્યા

સુરત શહેર પોલીસે “ઓપરેશન મુસ્કાન” અંતર્ગત નોંધપાત્ર સફળતા મેળવી છે. જુલાઈ-2026 દરમિયાન માત્ર એક જ મહિનામાં ગુમ થયેલા તેમજ અપહરણના ભોગ બનેલા કુલ 274 બાળકો અને વ્યક્તિઓને શોધી તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું છે. આ કામગીરીમાં 52 બાળકો તેમજ 222 પુખ્ત વયના વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

પોલીસ મહાનિદેશક જી.એસ. મલિક તથા પોલીસ કમિશ્નનર વાબાંગ જામીર અધિકારીઓની સૂચના હેઠળ સુરત શહેર પોલીસ કમિશ્નર ડો. કરનરાજ વાઘેલા, ક્રાઈમ અને નાયબ પોલીસ કમિશ્નર ભાવેશ રોજીયા તેમજ મિસિંગ સેલ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વર્ષોથી પેન્ડિંગ રહેલા ગુમ અને અપહરણના કેસોની ફરી તપાસ કરવામાં આવી હતી. જૂના રેકોર્ડ, ફરિયાદીઓ અને સાક્ષીઓનો સંપર્ક, ટેક્નિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અલગ-અલગ ટીમો બનાવી અન્ય રાજ્યોમાં પણ તપાસ હાથ ધરાઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ, જાન્યુઆરીથી જુલાઈ-2026 દરમિયાન કુલ 1,442 ગુમ અને અપહરણ થયેલા બાળકો તથા વ્યક્તિઓને શોધવામાં સફળતા મળી છે. તેમાં 455 બાળકો અને 987 પુખ્ત વયના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. પોલીસે આ પ્રકારના કેસોમાં વધુ સંવેદનશીલતા સાથે કામગીરી ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW