HomeGujaratઇન્સ્ટાગ્રામ મેસેજના મુદ્દે પતિએ પત્નીને બેલ્ટથી માર માર્યાનો આક્ષેપ

ઇન્સ્ટાગ્રામ મેસેજના મુદ્દે પતિએ પત્નીને બેલ્ટથી માર માર્યાનો આક્ષેપ

મોરબીના શક્ત શનાળા નવા પ્લોટ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસુ સામે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ફરિયાદ મુજબ, પરિણીતાએ પોતાના પતિના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ પર આવેલા મેસેજ અંગે પૂછપરછ કરતાં પતિ પ્રકાશભાઈ છગનભાઈ સોલંકી ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ તેમણે બેલ્ટ વડે માર મારી શરીર તેમજ માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. બેલ્ટના બકલના કારણે માથામાં ઇજા થઈ હતી તેમજ હાથની ટચલી આંગળીનું નખ પણ નીકળી ગયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પરિણીતાએ વધુમાં આરોપ મૂક્યો છે કે સાસુ નંદુબેન છગનભાઈ સોલંકીએ અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપ્યો હતો. ઉપરાંત પતિ અને સાસુ બંને દ્વારા અવારનવાર શારીરિક તથા માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ ફરિયાદના આધારે મોરબી મહિલા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW