HomeGujaratઆસિ. કમિશનર સમીર ધડુક પોઝિટિવ, બપોર સુધીમાં નવા 46 કેસ,રેલીની અસર?

આસિ. કમિશનર સમીર ધડુક પોઝિટિવ, બપોર સુધીમાં નવા 46 કેસ,રેલીની અસર?

રાજકોટમાં કોરોના સંક્રમણ ઘીમે ઘીમે હવે રાજકીય આગેવાનો અને મોટા અધિકારીઓને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. કેસ દિવસે દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યા છે. રાજકોટ સિટીમાં જ્યાં આજે બપોર સુધીમાં 46 કેસ નોંધાયા છે. સમીર ધડુક મનપાના આસી. કમિશનર કોરોના પોઝિટિવ થયા છે. સાથોસાથ ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રવાસેથી પાછા ફરેલા મ્યુનિસિપલ કોર્પોરેશન ફાય. બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.

ભાજપના નેતાઓ જ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા, થોડા દિવસ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ભારદ્વાજનો રીપોર્ટ પણ કોવિડ પોઝિટિવ આવ્યો છે. તા. 31ડિસેમ્બરના રોજ યોજાયેલા CMના રોડ શોમાં નીતિન ભારદ્વાજ અને મનીષ ચાંગેલા ખાસ હાજર રહ્યા હતા. ભરત બોઘરા CMના આગમન સમયે એરપોર્ટ પર હાજર રહ્યા હતા. હવે CMનો રોડ શો કોરોના સ્પ્રેડર બની રહ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. હવે ધીમે ધીમે રાજકીય નેતાઓના રીપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. એક સપ્તાહથી કેસમાં થતો ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને સુરતની જેમ સૌરાષ્ટ્રના મહાનગર ગણાતા રાજકોટમાં પણ કોવિડના કેસ વધી રહ્યા છે. રાજકોટ શહેરમાં તા.8મીને શનિવારે જાહેર થયેલા કેસમાં શહેરમાં 166 અને ગ્રામ્યમાં કેસના વધારા સાથે 91 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે તા.9મીને રવિવારના રોજ શહેરના કેસમાં 28 આંકનો વધારો થતા 194 અને ગ્રામ્યના કેસમાં 31 આંકનો ઘટાડો થતા 60 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસ 254 અને કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 1444 થઇ છે. શહેરમાં 62 અને ગ્રામ્યમાં 15 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 8મીને શનિવારે મારવાડી યુનિવર્સિટીની 23 વર્ષીય વિદ્યાર્થિની કોરોના સંક્રમિત થતા સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવતા ઓમિક્રોન વેરિયન્ટ હોવાનું સામે આવ્યું હતું.

મ્યુનિસિપલ કોર્પોરેશન ફાય. બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી ( ડાબી તરફ) અને રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલા ( જમણી તરફ)ની ફાઈલ તસવીર

બીજી તરફ રાજકોટ શહેરમાં વીકએન્ડમાં મોટી સંખ્યામાં માર્કેટમાં ભીડ જોવા મળી રહી છે. રાજકોટની પ્રજામાં એવી પણ ચર્ચા છે કે, વીકએન્ડ કર્ફ્યૂ કરી દેવામાં આવે તો કેસમાં ફેર પડી શકે છે. રાજકોટના તબીબો પણ કહી ચૂક્યા છે કે, જો દિવસે દિવસે ભીડમાં વધારો થશે તો સંક્રમણ વધશે. ખાસ કરીને યુવાવર્ગમાં વધુ કેસ જોવા મળ્યા છે. જોકે, હોસ્પિટલમાં દર્દીઓ એડમીટ થવાના બદલે મોટાભાગના કેસમાં દર્દીઓ પોતાના ઘરે આઈસોલેટ થયા છે. આ સાથે તબીબની સલાહ અનુસાર સારવાર કરી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW