સાઉથ આફ્રિકાના સેન્ચુરિયનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ફરી એક વખત સ્લિપમાં બોલ આઉટ થવા પર કેચ થયો હતો. જોકે, આવું પહેલી વખત બન્યું નથી.
આ વર્ષે તે 9મી વખત વિદેશી પીચ પર આઉટ થયો છે. ભારતના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરે જણાવ્યું કે કોહલી કેમ સતત નિષ્ફળ થઈ રહ્યો છે. એમની પહેલા સુનીલ ગાવસ્કરે પણ કોહલીના ફૂટ વર્કના અભાવને જાહેર કરીને દ્રષ્ટિકોણ સમજાવ્યો હતો.
કોહલીએ 94 બોલમાં 35 રન બનાવ્યા હતા. એટલે કે લગભગ સેટ થઈ ગયો હતો, પરંતુ તેણે લુંગી એનગિડીના આઉટ ગોઇંગ બોલ પર બેટ ફટકાર્યું અને બોલ બેટની કિનારીએ ટકરાઈ બીજા સ્લિપ ફિલ્ડર પાસે ગયો. પછી વિરાટ આઉટ થયો. એનગિડીએ તેને 8 બોલમાં પોતાની જાળમાં ફસાવી દીધો હતો. 67મી ઓવરમાં કોહલીને બોલ્ડ કર્યો અને મોટી સફળતા મેળવી જેમાં તમામ બોલ ઓફ-સ્ટમ્પની બહાર ફેંકવામાં આવ્યા હતા. કોહલી ત્રીજો બોલ છોડી દે છે. તે જ સમયે, તેણે ચોથો બોલ તે જ રીતે ફેંક્યો, જે કોહલીએ ફરીથી છોડી દીધો. તેણે પાંચમો બોલ થોડો અંદર નાખ્યો અને છઠ્ઠો બોલ ફરી એકવાર બહાર ફેંક્યો, જેને કોહલીએ છોડી દીધો. આ પછીની ઓવરમાં ફરી એકવાર બોલિંગ કરવા આવ્યો. તેણે પહેલો બોલ બહાર ફેંક્યો, જે ડોટ હતો. ત્યારપછી બીજો બોલ પણ ફેંકવામાં આવ્યો હતો, આ વખતે કોહલીના બેટની બહારની કિનારી વાગી હતી અને તે સ્લિપમાં કેચ થયો હતો. આમ પણ બહાર જતા બોલને છંછેડવાની કોહલીની જૂની આદત છે.આ અંગે સંજય બાંગરે વિરાટ વિશે મોટી વાત કહી દીધી છે.

સેટ થયા બાદ વિકેટ ગુમાવી હતી
બાંગરે કહ્યું કે કોહલી ઘણો આત્મવિશ્વાસથી ભરેલો દેખાતો હતો. સારું રમી રહ્યો હતો. આટલા લાંબા સમય સુધી ક્રિઝ પર રહ્યા બાદ તે મોટો સ્કોર કરશે તેવી અપેક્ષા હતી, પરંતુ તેણે એ જ ભૂલ કરી, જે તે ભૂતકાળથી કરતો આવ્યો છે.સીમિંગ સ્થિતિમાં આગળના પગ પર વધુ પડતો વિશ્વાસ કરવો એ સારું નથી
બાંગરે એક સ્પોર્ટ્સ ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે ભારતીય કેપ્ટનને ફ્રન્ટ ફૂટ પર રમવું ગમે છે. તે આગળ રમે છે અને તેના પાછળના પગનો ઉપયોગ કરતો નથી. બાંગરે કહ્યું કે આફ્રિકન પીચ પર માત્ર આગળના પગ પર નિર્ભર ન રહી શકાય. કોહલીએ બેક ફૂટ પર જઈને રમવાની જરૂર છે. જો તે આમ કરશે તો તે મોટો સ્કોર કરી શકશે. બાકી આઉટ થતો રહેશે.
કોહલીએ ધીરજ રાખવાની જરૂર છે
જો તમે ફ્રન્ટ ફૂટ પર રમો છો તો બોલર બહારથી રમે એવું પસંદ કરે છે. બોલ બહારની કિનારી લઈને વિકેટકીપર પાસે જાય છે અથવા સ્લિપ થઈ જાય છે. આવી સ્થિતિમાં બેટ્સમેને પોતાની વિકેટ દે છે. દક્ષિણ આફ્રિકામાં પ્રથમ દાવમાં કોહલીએ ધીરજ રાખવાની જરૂર હતી. તેની સરખામણીમાં રાહુલ ખૂબ જ ધીરજથી રમ્યો અને મોટો સ્કોર કરવામાં સફળ રહ્યો.
આ વર્ષે ઓગસ્ટમાં ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન કોહલી સતત બહારના બોલ પર કેચ થયા બાદ સુનીલ ગાવસ્કરે કોહલીના ફૂટવર્કના અભાવ તરફ ધ્યાન દોર્યું હતું. તેણે કહ્યું કે તે આગળના પગ પર ખૂબ જ નિર્ભર હોય તેવું લાગે છે. આવી સ્થિતિમાં તેના માટે અહીંથી બેટ છોડવું ઘણું મુશ્કેલ બની જાય છે. જો તમે થોડા સમય માટે પણ પાછળના પગ પર રમી રહ્યાં છો, તો તમે નેનો સેકન્ડમાં તમારા કાંડાને ડ્રોપ કરીને બોલથી તમારી જાતને અલગ કરી શકો છો. તેણે કોહલીને સૂચન કર્યું કે તેણે સચિન તેંડુલકર સાથે પણ તેની બેટિંગ વિશે વાત કરવી જોઈએ.

