HomeGujaratશ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન...

શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ

મોરબીમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી. આ સાથે પ્રવાસન સમિતિ, પુરવઠા સલાહકાર સમિતિ અને જિલ્લા આયોજન સહિતની બેઠકો પણ યોજાઈ હતી, જ્યાં જિલ્લાના પ્રશ્નો અને વિકાસકામોની પ્રગતિ સહિત મહત્વની વિકાસલક્ષી સમીક્ષા કરાઈ હતી.

કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં મંત્રીએ રોડ રસ્તા, નમો વન 2.0 (સાંસ્કૃતિક વન)ની પ્રગતિની સમીક્ષા, પર્યાવરણ જાળવણી, પાણી અને ગટર સહિતના કામોની પ્રગતિ અને જિલ્લાના પ્રશ્નો અંગે વિગતે ચર્ચા કરીને જરૂરી સૂચનો અને દિશા નિર્દેશો આપ્યા હતા. જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરતા તેમણે કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા સુચના આપી હતી.

જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાની અલગ અલગ કચેરી માટે નવી જમીન ફાળવણી તથા સ્વાગત પોર્ટલ અને પીજી પોર્ટલ પર પેન્ડિંગ રહેલા તમામ પ્રશ્નોના ત્વરિત ઉકેલ આવે તે માટે જેતે વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત આઇટીઆઈ/કોલેજના વિદ્યાર્થીઓને યોગ્ય રોજગારની તકો મળે અને સાથે ઉદ્યોગ ક્ષેત્રે કુશળ કર્મયોગીઓ મળે તે બાબત પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. પીએમ પોષણ યોજનાના સુચારુ અમલીકરણ અંગે મધ્યાન ભોજન અને અલ્પાહારની ખાદ્ય ગુણવતા, હેલ્થ ચેકઅપ અને આર્યન ફોલિક એસિડની ગોળીના વિતરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક મીના, મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મોરબી ડેપ્યુટી કમિશનર બ્રિજેશ કાલરીયા તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW