ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ પોલીસ શીલ્ડના સમાપન બાદ લોકોના દિલ જીતી લીધા હતા. યાદવે સ્થાનિક ગ્રાઉન્ડસમેનને રોકડમાં તેનો મેન ઓફ ધ મેચ એવોર્ડની રકમ આપવાનું નક્કી કર્યું છે. સૂર્યકુમાર યાદવ ત્રણ દિવસીય પોલીસ શીલ્ડની ફાઇનલમાં પાયડે સ્પોર્ટ્સ ક્લબ સામે પારસી જીમખાના તરફથી રમી રહ્યો હતો. મુંબઈના જમણા હાથના બેટ્સમેને પોલીસ જિમખાના મેદાનમાં 152 બોલમાં 259 રનની દમદાર ઇનિંગ રમી હતી.
યાદવે મેચ બાદ જણાવ્યું હતું કે, કેવી રીતે ગ્રાઉન્ડ સ્ટાફનું યોગદાન કોઈ યાદ રાખતું નથી. એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, મારા ખ્યાલથી આ એક એવી વસ્તુ છે જે આપણે એક ક્રિકેટર્સ તરીકે હંમેશા ભૂલી જઈએ છીએ. સૂર્યકુમાર યાદવે કહ્યું કે, ગ્રાઉન્ડમેન વ્યક્તિ જે પ્રયાસ કરે છે. એના વિશે ઓછી વાતો થાય છે. તેઓ ગ્રાઉન્ડ પર સૌથી પહેલા આવે છે. તેઓ સવારે 6.30 વાગ્યે આવે છે. પિચ તૈયાર કરે છે, ભેજ દૂર કરે છે. આ વસ્તુ મારા દિલની ખૂબ જ નજીક છે. પણ જ્યારે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું તો મને યાદ છે કે, જ્યારે પણ નેટ્સ પર બેટિંગ કરવાનું થાય છે ત્યાર મને ગ્રાઉન્ડ મેન અને મારા કેટલાક દોસ્તો પિચ પર રોલર ફેરવતા હતા. ગ્રાઉન્ડ મેનનું કામ કરી નાંખતા હતા. માત્ર યાદવ જ નહીં પણ દરેક ક્રિકેટર્સ પોતાના કેરિયરની શરૂઆતના દિવસોમાં કરે છે. યાદવે એ સમયેની એક જવાબદારીને યાદ કરી હતી.
જ્યાર તે ક્રિકેટમાં નવો હતો ત્યારે એ પણ ગ્રાઉન્ડ મેનને એ કામમાં મદદ કરતો હતો.જ્યારે હું નેટ પ્રેક્ટિસ કરતો ત્યારે મને સમજાયું કે, આ કામ કેટલું અઘરૂ હોય છે. ગ્રાઉન્ડ વર્ક કરતા લોકોના પ્રયાસ પર ખાસ કોઈનું ધ્યાન જતું નથી. અમે રન બનાવીએ છીએ, તમામ અમારા લોકોના વખાણ કરે છે. અમે પણ અમારા નામ મીડિયામાં જોઈએ છીએ.પણ દુઃખની વાત એ છે કે, ગ્રાઉન્ડમેનના પ્રયાસ માટે એને કોઈ ધન્યવાદ આપતું નથી. હું એવું માનું છું કે, પ્રત્યેક ખેલાડીએ ગ્રાઉન્ડમેનના યોગદાનને યાદ રાખવું જોઈએ. તેઓ અમારા માટે પિચ તૈયાર કરે છે. આપણે આપણું કેરિયર સારી પીચને કારણે જ મજબુત બનાવી શકીએ છીએ. આ માટે ગ્રાઉન્ડ મેનને પણ શ્રેય આપવો જોઈએ

