HomeGujaratમોરબી ખાતે ઔદ્યોગિક સુરક્ષા, પ્રોપેન ગેસની સલામતી અને ઈમરજન્સી સજ્જતા અંગે ઓરિએન્ટેશન...

મોરબી ખાતે ઔદ્યોગિક સુરક્ષા, પ્રોપેન ગેસની સલામતી અને ઈમરજન્સી સજ્જતા અંગે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ડિરેક્ટોરેટ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH) તથા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ના સંયુક્ત ઉપક્રમે આજે તારીખ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ નેક્સિયન સરફેસીસ પ્રા. લિ. (Nexion Surfaces Pvt. Ltd.), મોરબી ખાતે એક વિશેષ ઓરિએન્ટેશન તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય વિષય “વર્કપ્લેસ સેફ્ટી, પ્રોપેન સેફ હેન્ડલિંગ એન્ડ ઈમરજન્સી પ્રિપેર્ડનેસ ફોર MAH ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટોલેશન્સ” રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો અને અધિકારીઓને કાર્યસ્થળ પર સલામતીના નિયમોનું પાલન, પ્રોપેન જેવા અતિ-જ્વલનશીલ ગેસના સુરક્ષિત ઉપયોગ અને સંગ્રહ, તેમજ મેજર એક્સિડન્ટ હેઝાર્ડ (MAH) ધરાવતા એકમોમાં કોઈ પણ પ્રકારની કટોકટી કે આગ અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પગલાં અને બચાવ કાર્ય કેવી રીતે હાથ ધરવું તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં DISH અને GIDM ના તજજ્ઞો દ્વારા સંભવિત ઔદ્યોગિક જોખમો નિવારવા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતા વધારવા માટે વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સંબંધિત અધિકારીઓ અને ઉદ્યોગના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW