HomeGujaratવાંકાનેર: પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

વાંકાનેર: પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહિબિશનને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બે શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બંને ઇસમોની પાસા દરખાસ્ત તૈયાર કરીને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

દરખાસ્તના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટે ગુંદાખડા ગામના અશ્વીનભાઈ નાથાભાઈ વાજા (ઉ.વ.24) માટે ભાવનગર જિલ્લા જેલનું તથા નાથા હરજી વાજા (ઉ.વ.50) માટે જૂનાગઢ જિલ્લા જેલનું પાસા વોરંટ ઇશ્યૂ કર્યું હતું.

વોરંટની અમલવારી માટે મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમે કાર્યવાહી કરી બંને આરોપીઓને તેમના રહેણાક મકાનેથી ઝડપી લીધા હતા. બાદમાં બંનેને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ અશ્વીનભાઈ વાજાને ભાવનગર જિલ્લા જેલ અને નાથા હરજી વાજાને જૂનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW