વાંકાનેર શહેરના નવાપરા-ખડીપરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવકે ગઈકાલે બપોરના સમયે પોતાના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.
મળતી માહિતી મુજબ નીતિનભાઈ દિલીપભાઈ ગોહિલે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

