HomeGujaratગણેશ ઉત્સવમાં બાળાઓએ ધારણ કર્યું નવદુર્ગાનું સ્વરૂપ, સર્જાયા ભક્તિમય દૃશ્યો

ગણેશ ઉત્સવમાં બાળાઓએ ધારણ કર્યું નવદુર્ગાનું સ્વરૂપ, સર્જાયા ભક્તિમય દૃશ્યો

મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા સિદ્ધિ વિનાયક પાર્કની અંદર કસ્તુરી ટ્વિન-બી એપાર્ટમેન્ટમાં ગણેશ ઉત્સવ દરમિયાન અનોખો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાની-મોટી બાળાઓએ નવદુર્ગાના વિવિધ સ્વરૂપો ધારણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

નવદુર્ગાના વિવિધ સ્વરૂપમાં સજ્જ થયેલી બાળાઓએ ગણપતિ બાપાની આરતી ઉતારી હતી. બાળાઓના મનમોહક વેશ અને ભક્તિભાવથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આ પ્રસંગે જાણે સાક્ષાત્ મા નવદુર્ગા ગણપતિ બાપાની આરતી કરવા પધાર્યા હોય તેવા અલૌકિક અને મનમોહક દૃશ્યો સર્જાયા હતા. એપાર્ટમેન્ટના રહેવાસીઓએ પણ બાળાઓના આ ધાર્મિક આયોજનને ઉત્સાહપૂર્વક વધાવી લીધું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW