HomeGujaratટંકારા પોલીસે બાઈક ચોરીનો ભેદ ઉકેલી બે શખ્સોને ઝડપી પાડ્યા

ટંકારા પોલીસે બાઈક ચોરીનો ભેદ ઉકેલી બે શખ્સોને ઝડપી પાડ્યા

ટંકારા ઉગમણા નાકા પાસેથી ચોરી થયેલી મોટરસાયકલના કેસમાં પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓને ચોરાયેલી બાઈક સાથે ઝડપી લીધા છે.

મળતી માહિતી મુજબ, તા. 25 ઓગસ્ટ 2026ની મોડી રાત્રે ટંકારા ઉગમણા નાકા વિસ્તારમાંથી સુનિલભાઈ રમેશભાઈ દંતેસરીયાની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર GJ-36-AD-2597 અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.

આ ગુનાની તપાસ દરમિયાન ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે નગરનાકા નજીક નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર પસાર થઈ રહેલા બે શખ્સોને શંકાના આધારે અટકાવવામાં આવ્યા હતા. પોલીસે બાઈક અંગેના દસ્તાવેજો અને માલિકીનો પુરાવો માંગતા બંને સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. ત્યારબાદ પોલીસે ઈ-ગુજકોપ/પોકેટકોપ એપ્લિકેશન મારફતે બાઈકના એન્જિન તથા ચેસીસ નંબરની તપાસ કરતા મોટરસાયકલ સુનિલભાઈ દંતેસરીયાના નામે હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં આ જ બાઈક ચોરી અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હોવાનું ખુલ્યું હતું.

પોલીસની પૂછપરછમાં અજયભાઈ જીવણભાઈ મકવાણા (ઉ.વ.37) અને જયરાજસિંહ કરણસિંહ ઝાલા (ઉ.વ.24)એ સાથે મળીને બાઈક ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. બંને આરોપીઓને ચોરાયેલી મોટરસાયકલ સાથે ઝડપી લઈ પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW