નવી દિલ્હી,બુધવાર
ભારતમાં વધી રહેલા ઓમિક્રોનના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યો માટે નવી ચેતવણી જારી કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા દિશાનિર્દેશોમાં રાજ્યોને કહેવાયું કે ઓમિક્રોન કોરોનાના જુના ડેલ્ટા વેરિયન્ટની તુલનાએ 3 ગણો ઝડપી ફેલાય છે. આને કારણે કન્ટેનમેન્ટ ઝોન જેવા ઉપાયો અપનાવવાનું શરુ કરી દેવું જોઈએ.
રાજ્યોને લખાયેલા પત્રમાં કહેવાયું કે હાલમાં દેશમાં ઓમિક્રોન અને ડેલ્ટા બન્ને વેરિયન્ટ મોજૂદ છે. તેથી લોકલ અને ડિસ્ટ્રીક્ટ લેવલ પર વધારે ધ્યાન આપવું જોઈએ અને તત્કાળ કાર્યવાહી કરવી જોઈએ. કેન્દ્ર સરકારે ડેટા એનાલિસિસ પર ભાર મૂકતા કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને ડિસ્ટ્રીક્ટ લેવલ પર સંક્રમણ રોકવાના ઉપાય કરવા જોઈએ.
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આપ્યા મોટા આદેશ
– કોરોનાના જુના ડેલ્ટા વેરિયન્ટની તુલનાએ ઓમિક્રોન 3 ગણો ઝડપી ચેપી
– કન્ટેનમેન્ટ ઝોન જેવા ઉપાયો અપનાવવાનું શરુ કરો
– જરુર પડે તો કડક નિયમ લાગુ પાડો
– ઓમિક્રોનને પહોંચી વળવા વોર રુમ શરુ કરવા જોઈએ
– લોકલ અને ડિસ્ટ્રીક્ટ લેવલ પર વધારે ધ્યાન આપવું જોઈએ
– ડિસ્ટ્રીક્ટ લેવલ પર સંક્રમણ રોકવાના ઉપાય
– જરુર પડે નાઈટ કર્ફ્યુ અને બીજા કડક પ્રતિબંધો લાગુ પાડવાને રાજ્યોને તાકીદ
હેલ્થ સેક્રેટરી રાજેશ ભુષણ વતી પાઠવાયેલા લેટરમાં જરુર પડે નાઈટ કર્ફ્યુ, ભીડે ભેગી કરવા પર પ્રતિબંધ, ઓફિસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધ જેવા કેટલાક બીજા સૂચનો પણ સામેલ છે. હોસ્ટિલમાં બેડ, એમ્બ્યુલન્સ, ઓક્સિજન ઈક્વીપમેન્ટ અને દવાઓ માટે ઈમરજન્સી ફંડનું પણ સૂચન કરાયું છે.

