HomeGujaratદિવ્યાંગજનો માટે ‘નવા પગલાં, નવી ઉડાન’

દિવ્યાંગજનો માટે ‘નવા પગલાં, નવી ઉડાન’

મોરબી જિલ્લામાં દિવ્યાંગજનોને સુવિધાયુક્ત, આત્મનિર્ભર અને ગતિશીલ જીવન તરફ આગળ વધારવાના ભગીરથ હેતુથી મદનમોહનજી મહારાજ ૨૦૦મા દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વિશેષ નિઃશુલ્ક એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી શ્રી સ્વામિનારાયણ મંદિર (સંસ્કારધામ), શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડની બાજુમાં, જીઆઈડીસી, મોરબી ખાતે યોજાશે.

આ કેમ્પમાં અકસ્માત કે અન્ય કારણોસર હાથ અથવા પગ ગુમાવનાર દિવ્યાંગજનો માટે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ (કૃત્રિમ હાથ/પગ) ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગોની જરૂરિયાત મુજબ મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ, જોયસ્ટિક વ્હીલચેર તથા અન્ય સહાયક સાધનોનો લાભ આપવામાં આવશે.

લાભાર્થીઓએ કેમ્પ સ્થળે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ/UDID કાર્ડ, આધાર કાર્ડની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આવકનો દાખલો જેવા જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.

વધુ માહિતી અર્થે સંપર્ક નંબર 9974165673 / 9875013038 પર સંપર્ક સાધવા અને મોરબી તથા આસપાસના વિસ્તારના તમામ જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને આ ફ્રી કેમ્પનો મહત્તમ લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW