HomeGujaratહળવદના ચરાડવામાંથી જીરૂની ચોરી કરનાર ચાર આરોપીઓ ઝડપાયા

હળવદના ચરાડવામાંથી જીરૂની ચોરી કરનાર ચાર આરોપીઓ ઝડપાયા

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં આવેલી ભવાની ઓઇલ મીલના ગોડાઉનમાંથી થયેલી જીરૂની ચોરીનો મોરબી LCB પોલીસે ભેદ ઉકેલી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલું જીરૂ, બોલેરો મેક્સી ટ્રક અને તાલપત્રી સહિત કુલ રૂ.12.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ અંગે હળવદ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ચરાડવા ગામની સીમમાં હાઇવે રોડ પર આવેલી ભવાની ઓઇલ મીલના ગોડાઉનમાં ચાર ભાઇઓની ખેતીની ઉપજના જીરૂના 102 બાચકા રાખવામાં આવ્યા હતા. જેમાં આશરે 280 મણ જીરૂ, જેની કિંમત રૂ.10.64 લાખ જેટલી હતી, તે અજાણ્યા શખ્સો ચોરી કરીને લઇ ગયા હતા.

ફરિયાદ બાદ મોરબી LCB પોલીસે તપાસ હાથ ધરી મોરબી-ચરાડવા-હળવદ રોડ પર ITI સામે GEB સબસ્ટેશન પાછળથી સુરજભાઈ ઉર્ફે સુરો સુખાભાઈ સોલંકી, સુનિલ મુકેશભાઈ સોલંકી, ભોલુ ઉર્ફે ભોલો ઠાકરશીભાઈ વિરમગામીયા અને રાહુલ વિજયભાઈ દસડીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ચારેય પાસેથી 92 બાચકામાં ભરેલું 231 મણ જીરૂ, જેની કિંમત રૂ.8,77,800 છે, ઉપરાંત રૂ.4 લાખની બોલેરો મેક્સી ટ્રક અને તાલપત્રી મળી કુલ રૂ.12,77,800નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ ગુનામાં સંડોવાયેલા અરવિંદ ઉર્ફે પતક મુકેશભાઈ સોલંકી, વિશાલ ઉર્ફે ભદો દેવીપુજક અને વાધજી દેવીપુજકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,650SubscribersSubscribe

TRENDING NOW