HomeGujaratહેડ ક્લાર્ક પેપરલીક કાંડ : સરકાર આરોપીઓ સામે ગુજકોટસીટ દાખલ કરવાની ફીરાકમાં 

હેડ ક્લાર્ક પેપરલીક કાંડ : સરકાર આરોપીઓ સામે ગુજકોટસીટ દાખલ કરવાની ફીરાકમાં 

ગાંધીનગર, શુક્રવાર

  ગૌણ સેવા મંડળનું હેડ ક્લાર્કનું પેપર લીક થયા બાદ રાજ્ય સરકાર આક્રમક મૂડમાં જણાઈ રહી છે અને આરોપીઓના મૂળ સુધી પહોંચી રહી છે. પેપરકાંડમાં અગાઉ બે વાર મીટિંગ મળી ચૂકી છે અને આજે એટલે કે શુક્રવારે સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળનાર છે. જેમાં મુખ્યમંત્રીને સમગ્ર કાંડ વિશે માહિતી આપવામાં આવશે. રાજ્ય સરકાર પેપર લીક કાંડના આરોપીઓને બક્ષવાના મૂડમાં નથી કેમ કે, પરીક્ષાનું પેપર ફૂટતાં તેના છાંટા સીધા સરકાર ઉપર ઉડી રહ્યા છે અને વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર પોતાના ઉપર કોઈ દાગ પડે તેવી હરગિજ ઈચ્છતી નથી. રાજ્ય સરકાર આરોપીઓ સામે ગુજકોસીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે અને આજે મળનારી મીટિંગ બાદ તેની સત્તાવાર જાહેરાત કરાઈ શકે છે. ગુજકોસીટમાં આરોપીને પાંચ વર્ષથી લઈ આજીવન કેદની સજાની જાેગવાઈ છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કર્યા બાદ ભવિષ્ય કોઈ પેપર લીક કરવા મામલે વિચારે પણ નહી તેવી કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 

  હેડ ક્લાર્કનું પેપર સાબરકાંઠાના પ્રાંતિજના ઊંછા ફાર્મ હાઉસમાંથી લીક થયું હતું અને તપાસનો ધમધમાટ શરૂ કરાયા બાદ પોલીસે ૭ આરોપીઓની ધરપકડ કરી છે અને હજુ ચાર આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પેપર કઈ રીતે ફૂટ્યું તે પોલીસ માટે તપાસનો વિષય છે પણ હવે રાજ્ય સરકાર આક્રમક તેવરમાં જણાઈ રહી છે. અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે, આ કાંડમાં સરકાર કોઈને છોડશે નહી, સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ પેપર લીક મામલે વિચારે નહી તેવી સજા કરવામાં આવશે. પેપર લીક કાંડમાં કુલ 11 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને હવે તેમાંથી જે પકડાયા છે તે આરોપીઓની રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરાઈ છે ત્યારે રાજ્ય સરકાર પણ સીધી નજર રાખી રહી છે. આરોપીઓ સામે ગુજકોસીટ દાખલ કરવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે. આ કાયદા હેઠળ આરોપીને પાંચ વર્ષથી લઈ આજીવન કેદ સુધીની જાેગવાઈ છે. આજે સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળનારી છે અને તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહીત ગૃહ વિભાગના ઊચ્ચ અધિકારીઓ, ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા પણ હાજર રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW