HomeGujaratમોરબી પોલીસ હેડક્વાર્ટર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, 76 બોટલ રક્ત...

મોરબી પોલીસ હેડક્વાર્ટર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, 76 બોટલ રક્ત એકત્રિત કરાયું

મોરબી પોલીસ દ્વારા સામાજિક સેવા અંતર્ગત સ્વૈચ્છિક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. “સેવા મેરા યોગદાન” અભિયાન હેઠળ યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ-ભુજ તથા મુકેશ પટેલ પોલીસ અધિક્ષક, મોરબીની સૂચના તેમજ કે.પી. પરમાર નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક-મોરબીના માર્ગદર્શન હેઠળ આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના પોલીસ હેડક્વાર્ટર ખાતે તા. 17 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાયેલા કેમ્પમાં મોરબી જિલ્લાના વિવિધ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. આ દરમિયાન કુલ 76 યુનિટ એટલે કે આશરે 26,600 સીસી રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

આ એકત્રિત રક્તનો ઉપયોગ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ માટે કરવામાં આવશે. રક્તદાન શિબિરનું આયોજન રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. ચૌહાણ દ્વારા જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ, મોરબી સંચાલિત સિવિલ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન સ્વૈચ્છિક રક્તદાન માટે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં કર્મચારીઓએ રક્તદાન કરી માનવસેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW