ટંકારામાં જૂની અદાવતને લઈ એક શખ્સે યુવાનને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, આરોપીએ યુવાનના ઘરે જઈ બહાર પાર્ક કરેલી કારના કાચ તોડી નુકસાન પણ પહોંચાડ્યું હતું.
મળતી વિગતો મુજબ, ટંકારા તાલુકાના ડબલ્યુ.ડી. બંગલા પાસે રહેતા રજાકભાઇ ઉર્ફે કલ્લુ હસનભાઈ મકવાણા પોતાના બર્ગમેન મોપેડ પર ભીગડીયા ચોકડી પાસે ગયા હતા. આ દરમિયાન નાશીર બીલાલભાઈ સોહરવર્દી રિક્ષામાં ત્યાં આવી પહોંચ્યો હતો અને રજકભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. ત્યારબાદ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આટલેથી ન અટકતાં આરોપી રજકભાઈના ઘરે પહોંચ્યો હતો અને તેમના મોટાભાઈ હાસીનભાઈની ઘરની બહાર પાર્ક કરેલી વર્ના કારના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. આ બનાવ અંગે રજકભાઈએ ટંકારા પોલીસ મથકમાં નાશીર બીલાલભાઈ સોહરવર્દી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

