HomeGujaratમોરબી: ભારતીય સેનાના જવાન હોવાની ખોટી ઓળખ આપી વેપારી સાથે રૂ. 12.42...

મોરબી: ભારતીય સેનાના જવાન હોવાની ખોટી ઓળખ આપી વેપારી સાથે રૂ. 12.42 લાખથી વધુની ઓનલાઇન છેતરપિંડી

મોરબીમાં ભારતીય સેનાના નામે વિશ્વાસ કેળવી સેનેટરી વેરનો મોટો ઓર્ડર આપવાના બહાને વેપારી સાથે રૂ.12.42 લાખની ઓનલાઇન છેતરપિંડી થયાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ છે. ગઠિયાઓએ અમદાવાદ ઇન્ડિયન આર્મી કેન્ટ માટે મોટા જથ્થામાં સેનેટરી વેર ખરીદવાનો ખોટો ઓર્ડર આપી વેપારી પાસેથી અલગ-અલગ તબક્કે ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

મળતી માહિતી મુજબ, મોરબીના લખધીરનગર (નવાગામ) વિસ્તારમાં રહેતા અને સેનેટરી વેરનો વ્યવસાય કરતા હર્ષ પ્રફુલ્લભાઈ બરાસરાએ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર, કૃણાલ ચૌધરી, કુલદીપસિંહ સહિત અન્ય ચાર બેંક એકાઉન્ટ ધારકોએ કથિત રીતે એકબીજાની મિલીભગતથી વેપારીને વિશ્વાસમાં લીધો હતો. આરોપીઓએ આર્મીના જવાનોના ખોટા નામનો ઉપયોગ કરી વેપારીની પેઢીનો મોબાઇલ નંબર ઓનલાઇન વેબસાઇટ પરથી મેળવી ઇન્ડિયન આર્મી કેન્ટમાં વેન્ડર સિસ્ટમના નામે વેપારીનો સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ સેનેટરી વેરના મોટા ઓર્ડરની વાત કરી વેપારીને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો અને અલગ-અલગ બેંક ખાતાઓમાં વિવિધ રકમ ટ્રાન્સફર કરાવવાના બહાને વેપારી પાસેથી કુલ રૂ.12,42,184 ઓનલાઇન જમા કરાવી લેવામાં આવ્યા હતા.

સમગ્ર વ્યવહાર બાદ વેપારીને આ ઓર્ડર અને પ્રક્રિયા બનાવટી હોવાનું જણાતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેમણે મોરબી સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ઠગાઈમાં ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓ, મોબાઇલ નંબરો તેમજ ઓનલાઇન નાણાકીય વ્યવહારોની વિગતો મેળવી આરોપીઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW