HomeEntertainmentઅભિનેતા ધર્મેન્દ્રના અવસાનની અફવા ઉડી પુત્રી ઈશા દેઓલે કરી સ્પષ્ટતા પિતાની તબિયત...

અભિનેતા ધર્મેન્દ્રના અવસાનની અફવા ઉડી પુત્રી ઈશા દેઓલે કરી સ્પષ્ટતા પિતાની તબિયત સ્થિર !

ભારતના ફિલ્મ ઈતિહાસની ચર્ચિત શોલે ફિલ્મના વીરુ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર દેઓલના વહેલી સવારે અવસાન ના સમાચાર ફરતા થયા હતા વિવિધ ન્યૂઝ ચેનલ અને મીડિયા હાઉસ માં તેમના  અવસાનના સમાચાર પ્રસારિત થવા લાગ્યા હતા જે બાદ દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ગાયક જાવેદ અખ્તર સહિતના આગેવાનને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ x પર પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું

જોકે થોડી કલાકો બાદ ધર્મેન્દ્રની પુત્રી ઈશા દેઓલે આ સમાચારને અફવા ગણાવતા જણાવ્યું હતું કે “મીડિયા સંપૂર્ણ પણે ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે પપ્પાની સ્થિતિ સ્થિર છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે અમે દરેકને અમારા પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ પપ્પા ઝડપથી સ્વસ્થ થવા માટે તમારી  પ્રાર્થનાબદલ આભાર “

આ અંગે હેમા માલિનીએ પણ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું . “કે જે થઇ રહ્યું છે તે અક્ષમ્ય છે જવાબદાર ચેનલો કોઈ એવી વ્યક્તિ વિશે ખોટા સમાચાર કેવી રીતે ફેલાવી શકે છે ? જે સારવાર નો પ્રતિષાદ આપી રહી છે. અને સ્વસ્થ થઇ રહી છે. આ અત્યંત અપમાન જનક અને બે જવાબદાર વર્તન છે કૃપા કરીને પરિવાર અને તેમની ગોપનીયતાની જરૂરિયાતનો આદર કરો “

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW