HomeGujaratમોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં સતત બીજી વખત બિનહરીફ પ્રમુખ તરીકે દિનેશભાઇ...

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં સતત બીજી વખત બિનહરીફ પ્રમુખ તરીકે દિનેશભાઇ હૂંબલની વરણી

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની મહાસમિતિની સાધારણ સભા તા. 8 ઓગસ્ટ 2026ના રોજ રાણેકપર પ્રાથમિક શાળા ખાતે નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ હતી. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં મહાસમિતિના 109 સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

સભાની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આવક-જાવકના હિસાબો તેમજ બેલેન્સ સહિતની નાણાકીય વિગતો સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન સંઘના વિવિધ મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સભામાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નવા પ્રમુખની વરણી માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોના પ્રશ્નોને સતત વાચા આપતા અને શિક્ષક હિત માટે કાર્યરત દિનેશભાઈ હૂંબલની સતત બીજી વખત બિનહરીફ અને સર્વાનુમતે પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી.

પ્રમુખ તરીકે દિનેશભાઈ હૂંબલની વરણી બાદ હોદ્દાની રૂએ તેમના દ્વારા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે પ્રફુલભાઈ નાયકપરાની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ હૂંબલે પોતાના સંબોધનમાં શિક્ષકો સમક્ષ રહેલા વર્તમાન પ્રશ્નો અને પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સાથે જ આગામી સમયમાં શિક્ષકોના હિત માટે સંઘ દ્વારા કરવામાં આવનાર કામગીરી અને આયોજન અંગેનું વિઝન પણ રજૂ કર્યું હતું.

નવા પ્રમુખ તથા મહામંત્રીની વરણી બાદ મહાસમિતિના સભ્યો દ્વારા બંને હોદ્દેદારોનું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સાથે ગત વર્ષ દરમિયાન મોરબી જિલ્લાના વિવિધ ઘટક સંઘોના પ્રમુખ અને મહામંત્રીઓએ આપેલા યોગદાન બદલ તેમનું પણ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

અંતે નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ હૂંબલ અને મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરાએ મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોના શક્ય તેટલા વહેલા અને અસરકારક ઉકેલ માટે તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા ભરના શિક્ષકમિત્રોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW