HomeGujaratવાંકાનેરના યાત્રાધામ માટેલથી જામસર ચોકડીથી માર્ગનું ગોકળગતિએ ચાલતા કામથી લોકો બેહાલ

વાંકાનેરના યાત્રાધામ માટેલથી જામસર ચોકડીથી માર્ગનું ગોકળગતિએ ચાલતા કામથી લોકો બેહાલ

વાંકાનેર તાલુકામાં આવેલા પવિત્ર યાત્રાધામ માટેલ ગામથી જામસર ચોકડીના માર્ગની હાલમાં ચાલી રહેલી નવિની કરણની કામગીરી એક વર્ષથી ગોક ગાય ગતીએ ચાલતી હોવાથી કાયમી રાહદારીએ, યાત્રીઓને પારાવાર નુકસાની થાય છે તેમજ અકસ્મ તોનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

એટલું જ નહીં, આ માર્ગ પર મોટા સ્પીડ બ્રેકર્સ બનાવેલા હોય જેથી રાત્રીના સમયે બાઇક ચાલકોના અકસ્માત થતા અને ફોરવ્હીલ વાહનોને પણ નુકસાન થતુ હોય રસ્તાનુ કામ પુર્ણ કરવા માટેલ સરપંચ દ્વારા મોરબી માર્ગ મકાન વિભાગના અધિકારીને તે અંગે લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

ખોડિયાર ધામ માટેલ ખાતે આખું વર્ષ દર્શન ર્થીઓ દર્શન કરવા આવે છે જેમા પૂનમ , રવિવાર તેમજ તહેવા રોમાં ગુજરાત તથા બહારના રાજ્યોમાં માતાજીના દર્શન કરવા ભક્તોનો ઘસારો રહેતો હોય છે ત્યારે જામસર ચોકડીથી માટેલ ધામ જવાનો રસ્તો અતિબિ સ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે.

જેના લીધે બહારથી આવતા દર્શન ર્થીઓ તથા ખાસ કરીને સ્થાનિકો માટે આ રસ્તો મુસી બતનો ગઢ બની ગયો છે ત્યારે આ રસ્તો બનાવવા માટેલ ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન હર્ષદભાઈ દુધરેજીયા દ્વારા માર્ગ મકાન વિભાગને લેખિત રજૂઆત કરી તાત્કાલિક રસ્તાનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW