HomeGujaratમોરબીના જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં 6 ગામોની સંયુક્ત બાઈક તથા કાર રેલી...

મોરબીના જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં 6 ગામોની સંયુક્ત બાઈક તથા કાર રેલી યોજાશે

મોરબી જિલ્લાના જેતપર ખેડૂત આંદોલનને વધુ મજબૂતી આપવા માટે તા. 3 જુલાઈના રોજ 6 ગામોની સંયુક્ત બાઈક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત એકતા જિંદાબાદના બેનર હેઠળ યોજાનારી આ રેલીમાં જૂના ઘાટીલા, વેજલપર, ખાખરેચી, કુંભારિયા, વેણાસર અને રોહીશાળા સહિતના ગામોના ખેડૂતો, યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાશે.

આયોજકોના જણાવ્યા મુજબ રેલી સવારે 8:30 કલાકે જૂના ઘાટીલા ગામેથી પ્રસ્થાન કરશે અને વિવિધ ગામોમાંથી પસાર થઈ જેતપર ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કરશે. ખેડૂતોને મોટી સંખ્યામાં જોડાઈ આંદોલનને વધુ મજબૂત બનાવવા અપીલ પણ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW