HomeGujaratમોરબીમાં પાછોતરા વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ, પાક સર્વે કરવા સામાજિક અગ્રણીની માંગ

મોરબીમાં પાછોતરા વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ, પાક સર્વે કરવા સામાજિક અગ્રણીની માંગ

આ વર્ષે સમયસર ચોમાસું બેસી જતા સાર્વત્રિક જરૂરિયાત મુજબનો વરસાદ થયો હતો, જેના કારણે ખેડૂતોના પાક ની સ્થિતિ સારી જણાતી હતી. પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસ થી થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તેના તૈયાર થઇ રહેલા પાકોમાં ખુબજ મોટા પાયે નુકસાની થવાની આશંકાઓ સેવાઈ રહી છે.

આ કમોસમી વરસાદના કારણે કપાસમાં તેમાં આવતા ફૂલ તેમજ જિંડવા ખરવાથી નુકશાનની ફરિયાદો સામે આવી છે, તો મગફળી માં ક્યાંક ખેતરમાં પાથરા હતા. તે પલળી જતા તો ક્યાંક ઉભી મગફળી છે. તેમાં નુકશાન થયેલ છે. આ ઉપરાંત બીજા અન્ય પાકો માં પણ મોટા પાયે નુકશાન થવા પામેલ છે. હજુ પણ વધુ વરસાદ આવવાની આગાહી આપવામાં આવેલ છે, તો નુકશાન વધશે, તેવું જણાઈ રહ્યું છે.

આ બાબતે મોરબીના સામાજિક અગ્રણી અને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના જનરલ સેક્રેટરી કેડી બાવરવાએ સીએમને પત્ર લખી નુકશાનીનું સર્વે કરાવવાનું કામ ચાલુ થઇ શકે તે માટેનું આયોજન આગોતરું કરવા તેમજ સર્વે કર્યા બાદ તાત્કાલિક નુકશાનનીનું વળતર ચુકવવા યોગ્ય કરવા અમારી માંગણી કરી છે. જો આવું કરવામાં નહી આવે તો અમારે નાછુટકે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW