HomeGujaratવાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર કાર ચાલકે રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા રિક્ષા...

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર કાર ચાલકે રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા રિક્ષા ચાલકનું મોત

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર ગત તા. 15 જુલાઈના રોજ બપોરના સમયે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સીમસ્ટોન સિરામિક ફેક્ટરી નજીક જીજે-36-એઆર-7881 નંબરની કારના ચાલકે બેફામ અને પૂરપાટ ઝડપે વાહન હંકારી આગળ જઈ રહેલી જીજે-03-ઝેડ-4186 નંબરની છકડો રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માતમાં છકડો રિક્ષા ચાલક ભવાનભાઈ પાચીયા (ઉ.વ. 55), રહે. ધમલપરને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. ઉપરાંત રિક્ષામાં મુસાફરી કરી રહેલા લાલજીભાઈ ઉર્ફે લાલો ઘોઘાભાઈ ટોટા (ઉ.વ. 34), રહે. હસનપરને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.

આ બનાવ અંગે ઇજાગ્રસ્ત લાલજીભાઈ ટોટાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં તે કાર ચાલક સામે ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW