સુરતમાં 12 વર્ષના કિશોરની દીક્ષાનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારે કોર્ટે દીક્ષા પર સ્ટે લગાવ્યો છે. ઈન્દોરમાં રહેતા કિશોરના પિતાએ પોતાના વકીલ મારફત દીકરાની દીક્ષા રોકવા માટે સુરત કોર્ટમાં અરજી કરી હતી. આજની સુનાવણી દરમિયાન બાળકનાં માતા-પિતા બંને કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યાં હતા. 12 વર્ષીય દીકરાનાં માતા-પિતા બંને અલગ રહેતાં હોવાનું જાણવા મળ્યું છે. પુત્ર તેની માતા સાથે રહે છે, જ્યારે પિતા ઈન્દોરમાં રહે છે.
સુરતમાં 12 વર્ષનો કિશોર દીક્ષા લે એ પહેલાં જ દીક્ષા રોકવા માટે સુરત કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી બાળકના પિતા દ્વારા જ કરવામાં આવી છે. બાળકનાં માતા-પિતાના વર્ષ 2008માં લગ્ન થયાં હતાં, પરંતુ હાલ બંને અલગ રહે છે. જે કિશોર દીક્ષા લેવાનો છે તે તેની માતા સાથે રહે છે, જ્યારે પિતા ઈન્દોરમાં રહે છે.12 વર્ષીય કિશોર દીક્ષા લઈ રહ્યો હોવાના ડિજિટલ આમંત્રણ વાઈરલ થયાં હતાં. ત્યાર બાદ ઈન્દોરમાં રહેતા તેના પિતાએ વકીલ મારફત સુરત કોર્ટમાં તેના પુત્રની દીક્ષા રોકવા માગ કરતી અરજી કરી છે, જેની સુનાવણી સુરત કોર્ટમાં ચાલી રહી છે.


