વાંકાનેરના રસીકગઢ ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા મકબુલહુસૈનભાઇ અલીભાઇ માથકીયા નામના યુવાને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ટેલીગ્રામ Ragavi (@Ragavi09612436)ના યુઝર, ટેલીગ્રામ એકાઉન્ટ Customer Care (@Customer_Care_Expereince) ના યુઝર, વોટસએપ નંબર +91 84013 12617 ના યુઝર, યુ.પી.આઇ આઇ.ડી okaygoodbye100@ okhdfcbank, યુ.પી.આઇ આઇ.ડી Jdjdjdjjdjej129@ okaxis, યુ.પી.આઇ આઇ.ડી naved.network7424-1@oksbi, યુ.પી.આઇ આઇ.ડી rajkumarseju7@ oksbi, યુ.પી.આઇ આઇ.ડી rohitydv1225-2@ okicici, યુ.પી.આઇ આઇ.ડી rohitydv1225-2@ okicici, યુ.પી.આઇ.આઇ.ડી kumar.2156@ superyes અને 19 અલગ-અલગ એકાઉન્ટ નંબરના ધારકો વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, આ આરોપીઓએ ફરીયાદીને ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાની ટેલીગ્રામ દ્રારા વાતચીત કરી ઘર બેઠા રૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી ફરી.ને રૂ.- 48,03,885નું રોકાણ કરાવી ફરી.એ રૂપીયા પરત માંગતા આ કામના આરોપીઓએ હજુ ટેકસની રકમ ભરો તો જ રૂપીયા પરત મળશે, તેમ કહી ફરી.ને આજદિન સુધી રૂપીયા પરત નહી છેતરપીંડી કરી હતી. આ બાબતે મકબુલહુસૈનભાઇની ફરિયાદ આધારે સાયબર ક્રાઇમ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.