મોરબી શહેરનો નાની કેનાલ રોડ લાંબા સમયથી ખરાબ હાલતમાં હતો જેતે સમયે પાલિકા અસ્તીત્વમાં હતી તે વખતે રોડનું કામ શરુ થયું હતું જોકે ગુણવતા બાબતે સ્થાનિકોના વિરોધ બાદ કામ અટકી ગયું હતું સ્થાનિકો દ્વારા જે તે સમયે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા ને રજૂઆત કરતા તેઓએ આ રોડનું ગુણવતા અને સુવિધા યુક્ત તૈયાર કરાવશે તેવી ખાતરી આપી હતી જે બાદ તેઓએ કમિશ્નર સમક્ષ ચર્ચા કરી હતી તો રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગમાં પણ રોડ ડેવલપમેન્ટ માટે રજૂઆત કરી હતી. મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નીલ ખરે દ્વારા આ રોડને રૂ 14.89 કરોડના ખર્ચે આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનું આયોજન કરાયું હતું અને તેની દરખાસ્ત શહેરી વિકાસ વિભાગમાં કરવામાં આવી હતી જેની મંજુરી મળી જતા હવે તંત્ર દ્વારા ટેન્ડર પ્રકિયા માટે કાર્યવાહી શરુ કરી છે.
રાજ્ય સરકારના ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડની ગ્રાન્ટમાંથી તૈયાર થનારા નાની કેનાલ રોડ યદુનંદન પાર્ક થી ભગવતી હોલ બાયપાસ (નાની કેનાલ રોડ) 14.89 કરોડ સૈધાંતિક મંજૂરી (Gmfd) હવે ટેન્ડર પ્રકિયા શરૂ કરવામાં આવશે.આ રોડ શહેરનો અતિ આધુનિક સુવિધા યુક્ત હશે જેમાં 600 mm ડાયાગ્રામની સ્ટ્રોમ વોટર લાઈન ,300 mm આરસીસી રોડ આધુનિક એલઈડી સ્ટ્રીટલાઇટ, ફુટ પાથ, ગ્રીન બેલ્ટ ડિવાઇડર, બન્ને સાઈડ 7 મીટર 2 મીટર બન્ને સાઈડ પેવર બ્લોક ફૂટપાથ સહિતની સુવિધા હશે.

લાંબા સમયથી અત્યંત ખરાબ રસ્તામાં ચાલવા મજબુર નાની કેનાલ તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને રાહત મળશે તેવી આશા સેવાઈ રહી છે.