મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને બાતમી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી દિવ્યેશભાઈ ઉર્ફે ડાયો મોહનભાઈ બાંભવા, રહે. શનાળા બાયપાસ, તુલશી પાર્ક, મોરબી, છેલ્લા ચાર માસથી નાસતો ફરતો હતો.
આ બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

