મોરબી જિલ્લા પોલીસમાં શિસ્ત અને જવાબદારી જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસવડા મુકેશ પટેલે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. આશરે છ મહિના પહેલાં સરકારી વાહન ચલાવતી વખતે દારૂના નશામાં અકસ્માત સર્જનાર પોલીસકર્મી અજય લાવડીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
માહિતી મુજબ, અકસ્માત બાદ લેવામાં આવેલા બ્લડ સેમ્પલના રિપોર્ટમાં દારૂનું સેવન થયાની પુષ્ટિ થતાં વિભાગીય તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. તપાસના આધારે જિલ્લા પોલીસવડા મુકેશ પટેલે પોલીસકર્મી અજય લાવડીયાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી દ્વારા પોલીસ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, શિસ્તભંગ અથવા કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ કર્મચારીને બક્ષવામાં આવશે નહીં. પોલીસ વિભાગની પારદર્શિતા, વિશ્વસનીયતા અને કાયદાના અમલ પ્રત્યેની પ્રતિબદ્ધતા જાળવવા માટે લેવામાં આવેલું આ પગલું અન્ય કર્મચારીઓ માટે પણ ચેતવણી સમાન માનવામાં આવી રહ્યું છે.

