HomeGujaratમોરબીમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રની મિશન મોડમાં કામગીરી

મોરબીમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રની મિશન મોડમાં કામગીરી

ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે મોરબી જિલ્લા આરોગ્ય તંત્રના કર્મયોગીઓ અવિરત સેવારત બન્યા છે. સતત વરસી રહેલા અતિભારે વરસાદની વિકટ પરિસ્થિતિ વચ્ચે જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તબીબો અને આરોગ્ય સ્ટાફ માતા અને બાળકની સુરક્ષા માટે એલર્ટ મોડ પર કામગીર કરી રહ્યાં છે.

વરસાદી માહોલ વચ્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાની સફળ અને સુરક્ષિત ડિલિવરી કરાવી માતા અને નવજાત શિશુને નવજીવન આપ્યું હતું. રસ્તાઓ બંધ અને પરિવહનની મુશ્કેલીઓ હોવા છતાં કોઠી PHC ના ડોક્ટરની ટીમ એ વિસ્તારોમાં જઈ ગર્ભવતી મહિલાઓની ઘર-મુલાકાત લીધી હતી અને સંસ્થાકીય પ્રસૂતિ માટે પરિવારજનોનું કાઉન્સેલિંગ કર્યું હતું.

ઉપરાંત માટેલ ગામે અતિ જોખમી પ્રસૂતિ (High-Risk PNC) ધરાવતી માતાની સ્થિતિ ગંભીર જણાતાં ઢુવા PHC ના ડોક્ટરની ટીમ એ રૂબરૂ પહોંચી તબીબી તપાસ કરી જરૂરી સારવાર અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વરસાદી આપત્તિ વચ્ચે પણ એકપણ સગર્ભા કે બાળક આરોગ્ય સેવાથી વંચિત ન રહે તે માટે આશા બહેનો, એ.એન.એમ. અને મેડિકલ ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW