મોરબીના વિસીપરા મેઈન રોડ નજીક રહેતા આકાશભાઈ સોમાણીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં GJ-08-U-2208 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ગત તા.-02/04/2025ના રોજ ફરીયાદીના ભાઇ પ્રકાશભાઇ વસંતભાઇ સોમાણી તેનું GJ-36-J-9583 નંબરનું બાઈક લઇ ટીબડી ગામના બસસ્ટેન્ડ પાસેથી પસાર થઇ રહ્યા હોય તે દરમિયાન GJ-08-U-2208 નંબરના ટ્રક ચાલકે તેનો ટ્રક પુરઝડપે અને બેદકારીપૂર્વક ચલાવી પ્રકાશભાઇના બાઈકને હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં પ્રકાશભાઇને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આકાશભાઈની ફરિયાદ આધારે પોલીસે તે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.