વાંકાનેરના સરતાનપર રોડ પાસે આવેલ મોટો સ્ટોન સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને મૂળ એમપીના વતની વિનોદકુમાર સુલતાનસિંહ પાલ નામનો યુવાન ગઈકાલના રોજ મોટો સ્ટોન સીરામીક ખાતે કલરકામ કરતી વખતે પતરા ઉપરથી પડી જતા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.