HomeGujaratહળવદ: જમીન સોદાની દલાલીના મુદ્દે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ...

હળવદ: જમીન સોદાની દલાલીના મુદ્દે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ

હળવદ શહેરના વાણિયાવાડ વિસ્તારમાં રહેતા અને સર્વિસ સ્ટેશનનો વ્યવસાય કરતા ચિંતનભાઈ જીતેન્દ્રકુમાર રાવલએ ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી (રહે. આસોપાલવ સોસાયટી, હળવદ) વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, બંને વચ્ચે જમીનના સોદામાં ટકાવારીના ભાગે ભાગીદારી હતી અને જમીનનો દસ્તાવેજ પણ કરવામાં આવ્યો હતો. આ જમીનના લેવડદેવડમાં બંનેને દલાલી પણ મળેલી હતી. ત્યારબાદ આરોપીએ ફરીયાદી પાસે વધારાના રૂ. 5 લાખની માંગણી કરી હતી. ફરીયાદી ચિંતનભાઈએ આ રકમ આપવા ઇનકાર કરતા આરોપીએ ફોન પર ગાળો આપી બોલાચાલી કરી હતી.

ફરીયાદીએ ફોન કાપી નાખ્યા બાદ આરોપીએ અન્ય વ્યક્તિના ફોનથી સંપર્ક કરી ફરીયાદીના હાથ-પગ તોડી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું છે. પોલીસે આ મામલે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW