બામણબોર કચ્છ નેશનલ હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટી સંચાલિત મોરબી જિલ્લાના એકમાત્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વઘાસીયા ટોલનાકા માં એક એપ્રિલ 2025 થી ભાવ વધારો થવા જઈ રહ્યો છે વઘાસીયા ટોલનાકા દ્વારા પણ આજે રાત્રે 12 વાગ્યાથી ભાવ વધારો લાગુ કરવામાં આવશે જેમાં ફોરવીલ પેસેન્જરવાન જીપ ટ્રક સહિતના તમામ વાહનોને આ ભાવ વધારો લાગુ પડશે અગાઉ કાર પેસેન્જર વાહન જીપ સહિતના વાહનો માટે 115 રૂપિયા લેવામાં આવતા હતા જે આજે રાતથી 120 રૂપિયા થશે જ્યારે રિટર્ન મુસાફરી માટે અગાઉ 170 રૂપિયા હતા જે આજે રાતથી 180 થઈ જશે આ જ રીતે લાઈટ કોમર્શિયલ વાહનોમાં અગાઉ 185 રૂપિયા લેવાતા હતા તે વધીને 190 રૂપિયા થશે જ્યારે બસ જેવા વાહનોમાં 390 રૂપિયા લેવામાં હતા તે ₹400 કરી દેવાયા છે વઘાસીયા ટોલનાકા ખાતેથી એક્સેલ કોમર્શિયલ વાહનોના અગાઉ એક તરફ જવા માટે 425 લેવામાં આવતા હતા જે આજે રાતથી 440 થઈ જશે જ્યારે આ વાહનોના રિટર્ન મુસાફરી માટે અગાઉ 635 નો ચાર્જ હતો જે વધીને 655 થશે કન્સ્ટ્રક્શન મશીનરી અને અર્થ મુવી તેમજ મલ્ટી એક્સેલ વાહનોની વાત કરીએ તો અગાઉ એક તરફી જોવા માટે 610 રૂપિયા ચૂકવવા પડતા હતા જે આજે રાત્રે 630 ચુકવવા પડશે તો રિટર્ન પાસ ના 910 હતા જે 945 કરવામાં આવ્યા છે વાહનો માટે પણ 740 થી વધારો કરીને 765 અને રિટર્ન મુસાફરી માટે 1110 થી વધારીને 1150 કરવામાં આવ્યો છે લોકલ વાહનોને મળતા પાસમાં પણ રૂપિયા 10 નો વધારો કરવામાં આવ્યો છે આ તમામ ભાવ વધારો આજે રાત્રે 12:00 વાગ્યાથી લાગુ પડી જશે

