મોરબી જિલ્લામાં ખેડૂતોના મુદ્દે ભાજપ સામેનો વિરોધ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. ગુજરાત ખેડૂત સત્યાગ્રહના ભાગરૂપે સોમવાર, 3 ઓગસ્ટ 2026ના રોજ મોરબી તાલુકાના ના રોહિશાળા, શાપર, જસમતગઢ,રંગપર,બેલા,પીપળી,લક્ષ્મીનગર,નવા સાદુળકા,ભરતનગર ,ધરમપુર,ટીબળી,ગામોમાં ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ભાજપ વિરોધી બેનરો લગાવવામાં આવ્યા છે.
ગામના પ્રવેશદ્વાર અને જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા બેનરોમાં ખેડૂતોની જમીનમાંથી પસાર થતી વીજ લાઈન અંગે તેમની માંગણી મુજબ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી 2027ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારો અને નેતાઓએ આ ગામોમાં મત માગવા ન આવવાની કડક ચેતવણી આપવામાં આવી છે.
ખેડૂતોનું કહેવું છે કે તેમની લાંબા સમયથી ચાલતી માંગણીઓનો ઉકેલ ન આવતા વિરોધનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. બીજી તરફ, આ બેનરો અને ચેતવણીને લઈને સમગ્ર વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે.

