HomeGujaratમચ્છુ-2 ડેમ 100% ભરાતાં હાઈ એલર્ટ: બપોરે 12 વાગ્યે 4 દરવાજા 6...

મચ્છુ-2 ડેમ 100% ભરાતાં હાઈ એલર્ટ: બપોરે 12 વાગ્યે 4 દરવાજા 6 ફૂટ ખોલાશે; મોરબી શહેર સહિત 32 ગામોને સાવધ રહેવા તંત્રનો અનુરોધ

મોરબી: ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ 100% ભરાઈ જતાં વહીવટી તંત્ર દ્વારા ‘હાઈ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. હાલ ડેમમાં 14,638 ક્યુસેક પાણીની ભારે આવક થઈ રહી હોય, જળાશયની સપાટી નિયંત્રિત રાખવા અર્થે બપોરે 12 કલાકે ડેમના 4 દરવાજા 6 ફૂટ ખોલીને 14,058 ક્યુસેક પાણી મચ્છુ નદીના પટમાં છોડવામાં આવશે.

જળસ્તરમાં તીવ્ર વધારો થવાની સંભાવનાને પગલે પૂર નિયંત્રણના ભાગરૂપે હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી શહેર અને વજેપર તેમજ માળિયા (મીં) તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મીં) અને રાસંગપર મળી કુલ 32 ગામો/વિસ્તારો માટે અત્યંત સાવચેતીનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા, માલ-મિલકતોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા અને ઢોર-ઢાંખરને નદી કિનારે ન જવા દેવા તમામ નાગરિકોને કડક સૂચના અને અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW