ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. અગાઉ ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ પર બંધ બોડી ટ્રકમાંથી તેમજ મોરબી શહેરના તુલસીપાર્ક નજીક ત્રણ અલગ-અલગ વાહનોમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ બંને ગુનાઓમાં વોન્ટેડ આરોપી મોમભાઈ કરમણભાઈ ઉર્ફે ટીહાભાઈ વરૂ (ઉંમર 34), રહે. ઘંટેશ્વર ગામ, રાજકોટને ઘંટેશ્વર બાયપાસ ચોકડી પાસે મચ્છુ માતાના મંદિર સામેના વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ અને રિમાન્ડ મેળવવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

