ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા ભરતભાઈ મનસુખભાઈ ગોહિલ નામના યુવાને ટંકારા પોલીસ મથકમાં આરોપી હિમેશ નરોત્તમભાઈ ચૌહાણ, હિરેન પરસોતમભાઈ ચૌહાણ, ગૌરવ આલજીભાઈ ચૌહાણ, નરોત્તમ વાધજીભાઈ ચૌહાણ અને ગૌરીબેન નરોતમભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી હિમેશ નરોતમભાઇ ચૈાહાણના મામા ઉપર અગાઉ મોરબીમાં કેસ થયેલ હોય જે કેસ ભરતભાઈએ કરાવેલ છે તેવી ફરીયાદી ઉપર શંકા રાખી આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુ વતી માર મારી પછાડી દઇ ફરીને ડાબા પગે કમરના ભાગે મોઢા ઉપર એમ શરીરે તથા માથાના ભાગે મુંઢ ઇજા કરેલ તેમજ ગાળો આપી ઢીકાપાટુ વતી મારમારી તેમજ ફરીયાદીના પત્નીને આરોપી ગૌરીબેનેવાળ પકડી પછાડી દઇ જેથી ફરીયાદીને મારી નાખશે તેવી બીકે ફરી પોતાની મેળે ફિનાઇલ પી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે ભરતભાઈની ફરિયાદ આધારે પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.