મોરબીના નીચી માંડલ ગામે ભાભ શોપીંગની પાછળ ગોડાઉનમાં રહેતા કાનજીભાઇ રામાભાઈ સુરેલાએ આરોપી જીતેન્દ્ર પટેલ તથા વિપુલ પટેલ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના કાકાનો દીકરો કિરણ અને તેનો મિત્ર હિતેષ જે નીંચી માંડલ ગામે ફરીયાદી સાથે ભાભા શોપીંગની પાછળ ગોડાઉનમાં રહેતો હોય અને રાધે પાન સેન્ટરમા કામ કરતો હતો. તેના શેઠ જીતેન્દ્રભાઈ સાથે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થતા હીતેષ તેના ગામડે કાનજીભાઈનું બાઈક લઇને જતો રહેલ હોય જેથી આરોપીઓ ફરીયાદી તથા ઇજા પામનાર સાહેદ કીરણભાઇ પાસે આવી ફરીયાદીને કહેલ કે હીતેષને તમે કેમ ભગાડી દીધો તેમ કહી ફરીયાદી સાથે જપાજપી કરી ભુંડી ગાળૉ બોલી હીતેશ બાબતે પુછપરછ કરવા માટે તેની ગાડીમાં બેસાડી તેની રાધે પાન નામની દુકાને લઈ જઈ ત્યાં ખુરેશી ઉપર બેસાડી આરોપીઓએ ફરિયાદિ તથા સાહેદને ત્રણ કલાક સુધી ઢીકાપાટુનો તથા લાકડાનો ધોકા વડે આડે ધડ મારમારી હાથપગ ભાંગી નાખવાની ધમકી આપી હતી.