વાંકાનેરના પીપળીયા રાજ ગામની સીમમાં આવેલ યાશીનભાઈ ભોરણીયાની વાડીમાં રહેતા અને મૂળ એમપીના વતની રૂપસીંગ કિરૂભાઇ ભુરીયાના વતનમાં મકાન ચોમાસામાં પડી ગયેલ હોય અને નવું મકાન બનાવુ હોય તેની પાસે રૂપીયા ન હોય જેથી ટેન્સનમાં રહેતા હોય આર્થિક સકળામણના કારણે ગઈકાલના રોજ પોતાની જાતે વાડીની ઓરડી પાસે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જીવન ટુકાવ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.