મોરબી-કચ્છ ગૌરક્ષક હિન્દુ યુવા વાહીની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્યને બાતમી મળેલ કે, કચ્છ બાજુથી એક મોટા પ્રમાણમાં આઇસર ગાડીમાં જીવોને ભરીને કતલ કરવાના ઇરાદે માળીયા થઈને રાજકોટ લઈ જવામાં આવતા હોય જે હકીકત માહિતી મળતા મોરબી અને કચ્છ ગૌરક્ષક વોચમાં બેઠા હતા ત્યારે કચ્છ બાજુથી ગાડી જેના નંબરGJ-13-AW-7883 આઇસર ગાડીની મળેલ બાતમી મુજબ ગાડી આવતા તે એ ગાડીને માળીયા નજીક રોકીને તેમાં ચેક કરતા ભેંસ વર્ગના પાડા જીવ નંગ 30 કુર્તા પૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલીના શકે એવી રીતે બાંધેલા હોય કોઈ પાસ પરપીન્ટના હોય જેને પૂછપરછ કરતા જણાવેલ કે, કચ્છ નખત્રાણા બાજુથી ભરેલા હોય અને રાજકોટ હાજી ના ઘરે ત્યાં કતલ કરવા માટે લઈ જવામાં આવતા હોય તે 30 જીવોને મોરબી અને કચ્છ ગૌરક્ષક હિન્દુ યુવા વાહિની મોરબી અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સહયોગથી જીવોને બચાવી લેવામાં આવ્યા હતા.
જે 30 જીવોને માળિયાના ખાખરેચી પાંજરાપોળમાં મૂકવામાં આવેલ હતા ગૌરક્ષક દ્વારા ગાડી અને આરોપી 2 માળીયા પોલીસ સ્ટેશન જઈને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દુ યુવા વાહિની ગૌરક્ષક દ્વારા પોલીસ મથકે ફરિયાદી નોંધાવામા આવી છે તથા માળીયા pi સાહેબ અને પોલીસ સ્ટાફનો ખુબ સારો સહયોગ મળ્યો હતો.